જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં ઓક્શન હાઉસ તૈયાર કરાશે

0
30
Share
Share

સુરત,તા.૨૦

જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં ઓક્શન હાઉસ તૈયાર કરાશે. જે માટે જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી દેવામાં આવી છે. જીજેઈપીસીના ચેરમેન કોલીન શાહે સુરતની મુલાકાત લીધી હતી ત્યારે પત્રકારોને સંબોધન કરતાં તેમણે આ વાત કહી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ઓક્શન હાઉસ ૪થી ૫ મહિનામાં તૈયાર થઈ જશે. હાઉસ શરૂ થયા બાદ દેશ-વિદેશની ખાણ કંપનીઓ સહિત સુરત-મુંબઈના હીરાઉદ્યોગકારો પોતાના હીરા અને ઝવેરાતની હરાજી અને ટ્રેડિંગ કરી શકશે. હીરા-ઝવેરાતના વેપારને સરળ બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ખાણ કંપની અને હીરા-ઝવેરાત ઉદ્યોગકારો અહીં જ માલ વેચી શકે તે માટે ઓક્શન હાઉસ તૈયાર થઈ રહ્યું છે તે જ પ્રમાણે નાના કારખાનેદારો માટે મેગા કોમન ફેસિલીટી સેન્ટર પણ શરૂ કરવાની તૈયારીઓ કરી દેવાઈ છે. ૮૦૦ ડોલર સુધીના ઝવેરાત દેશ-વિદેશમાં કુરિયરથી એક્સપોર્ટ કરી શકાશે. કેન્દ્ર તરફથી ઈ-કોમર્સમાં મંજૂરી મળ્યા બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગકારો સરળતાથી દેશ – વિદેશમાં ૮૦૦ ડોલર સુધીના હીરા-ઝવેરાતનું વેચાણ કરી શકશે.

ભવિષ્ય ઈ-કોમર્સનું છે. આ ક્ષેત્રની તકોને ઝડપી લેવા પ્રયાસ ચાલુ છે. કોમર્સ મિનીસ્ટ્રી આ અંગે માર્ગદર્શિકા બનાવશે, ત્યાર બાદ ઈ-કોમર્સનો લાભ પ્રત્યેક હીરા-ઝવેરાત ઉદ્યોગકાર લઈ શકશે. હીરા ઉદ્યોગ માટે સરકાર દ્વારા ઈમરજન્સી ક્રેડીટ ગેરન્ટીની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકોના કુલ રોકાણના ૨૦ ટકા રકમની મદદ મળશે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન માટે ચાલતી ટફ યોજનાનો લાભ હીરા ઉદ્યોગકારોને આપવા પણ સરકાર સાથે વાત ચાલે છે. તેનો લાભ મળશે તો મશીનરી ખરીદીમાં સબસીડીનો લાભ મેળવી શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here