જિયો બાદ રિલાયન્સના રિટેલ બિઝનેસમાં સિલ્વર લેર ૭૫૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં

0
31
Share
Share

મુંબઇ,તા.૪

કોરોનામાં લાગુ કરેલ લોકડાઉનને કારણે દેશની જીડીપી -૨૩.૯ ટકા પર પહોંચી ગઈ છે. પણ કોરોના કાળ લોકો માટે એક દુઃસ્વપ્ન સાબિત થઈ રહ્યો છે. તો આજ કોરોના કાળમાં દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીના સિતારા ચમકી રહ્યા છે. મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ કંપનીને વધુ એક મોટું રોકાણ મળી શકે છે. રિલાયન્સ રિટેલમાં અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ ૧ અરબ ડોલર એટલે કે ૭૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવી ચર્ચા છે. અને આ માટે હાલ બંને કંપનીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.

લંડનના એક અખબારની ખબર અનુસાર આ રોકાણ માટે બંને ગ્રૃપ દ્વારા વાતચીત ચાલી રહી છે. જેમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન લગભગ ૫૭ અરબ ડોલર એટલે કે લગભગ ૪.૧૮ લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. અને કંપની પોતાની ૧૦ ટકા ભાગીદારી વેચવા માગે છે. અને આ માટે જ અમેરિકાની કંપની સિલ્વર લેક પાર્ટનર્સ સાથે મીટિંગનો ધમધમાટ શરૂ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે સિલ્વર લેક દ્વારા આ પહેલાં રિલાયન્સના જિઓ પ્લેટફોર્મમાં એક ટકાની ભાગીદારી ૫૬૫૫.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી છે. તેલથી લઈને ટેલિકોમ સુધીના કારોબારમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પોતાના રિટેલ કારોબારને પણ ખુબ જ મજબૂત કરવા જઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here