જિયા ખાનના મોત પર બનેલી ડોક્યુમેન્ટ્રી રિલીઝ બાદ યુઝર્સે ઉઠાવ્યા સવાલ

0
19
Share
Share

મુંબઈ,તા.૧૨

જિયા ખાનના વિવાદિત મોત પર ડોક્યુમેન્ટ્રી ’ડેથ ઈન બોલિવૂડ’નો પહેલો એપિસોડ સોમવાર (૧૧ જાન્યુઆરી)ના રોજ મ્મ્ઝ્ર પર ટેલિકાસ્ટ થયો હતો. આ જોયા બાદ દર્શકોએ પોતાની નારાજગી પ્રગટ કરી છે અને મુંબઈ પોલીસ કેવી રીતે મુખ્ય પુરાવાઓને ભેગા કરવામાં અસફળ રહી હતી તે વાત કરી હતી. ખાસ કરીને જિયાના ટ્રેક સૂટ અંગે યુઝર્સે પોલીસની ટીકા કરી છે. જિયા ખાનનું જે દિવસે મોત થયું તે દિવસે આ ટ્રેક સૂટ પહેર્યો હતો અને પછી તે ગાયબ થઈ ગયો હતો.

એક યુઝરે કહ્યું હતું, ’અત્યારે જ ’ડેથ ઈન બોલિવૂડ’ જોઈ અને અહીંયા ઘણું બધું અનએક્સપ્લેન્ડ હતું. એક કલાક પહેલાં તે પોતાની માતાને જુએ છે, તેને ખ્યાલ હતો કે કોઈ સંબંધી તેને શોધી કાઢશે. તો પણ હજી સુધી કોઈ નોટ નહીં? ટ્રેક સૂટ ગાયબ, તેના ગળા પરના નિશાન? સીસીટીવીમાં જોવા મળે છે કે તે ફોનનો ઉપયોગ કરે છે પરંતુ તે ફોન નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આશા છે કે તેના પરિવારને ન્યાય મળશે.

અન્ય એક યુઝરે લખ્યું હતું, ’મને એ વાતનો ગુસ્સો છે કે સુશાંત સિંહ રાજપૂત તથા જિયા ખાન ન્યાયના હકદાર હતાં, પરંતુ તેમને મળ્યો નહીં.’ એક યુઝરે પોસ્ટ કર્યું હતું, ’ડેથ ઈન બોલિવૂડ’ જોઈ રહ્યો છું. હે ભગવાન. આ કેસ સુશાંત સિંહ રાજપૂતના કેસની કેટલી નજીક છે. આનંદ છે કે હું આ બ્રિટિશ ટીવી પર જોઈ રહ્યો છું. આશા છે કે આ અન્ય લોકોને બોલિવૂડની સચ્ચાઈથી રૂબરૂ કરાવશે.’ એક યુઝરે કમેન્ટ કરી હતી, ’આ જોવું ઘણું જ મુશ્કેલ છે અને મને યાદ છે કે ત્યારે શું બન્યું હતું, કારણ કે હું આ કેસને ફોલો કરી રહી છું. જોકે, આમાં અનેક લૂપહોલ્સ હતા. પરિવાર ન્યાયનો હકદાર છે. મને નથી લાગતું કે આ આત્મહત્યા હતી.’

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here