જાહેરમાં દારૂ પીને કાયદાનાં ધજાગરા ઉડાવનારા હોમગાર્ડના ૧૩ જવાનોની હકાલપટ્ટી

0
35
Share
Share

ઓલપાડ,તા.૨૯

ઓલપાડ તાલુકાના દભારીના દરિયાકિનારે સાયણ યુનિટના હોમગાર્ડના ઇન્ચાર્જ કમાન્ડિંગ બળદેવ રાઠોડ સહિત ૧૩ શખ્સ દ્વારા તા. ૨૬ જાન્યુઆરીના રોજ દારૂની મહેફિલ યોજી મ્યુઝિક પર ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત જિલ્લાભરમાં ચકચાર મચી હતી. જે બાબતે બુધવારે મોડીરાત્રે બરબોધન બીટના જમાદાર પ્રકાશ વાઘેલા દ્વારા આ વીડિયોની પુષ્ટી કરાયા બાદ આ તમામ ૧૩ હોમગાર્ડ જવાન પર ઓલપાડ પોલીસ મથકે જાહેરમાં દારૂ પીને કાયદો વ્યવસ્થાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

જેમાં સાયણ ઇન્ચાર્જ કમાન્ડર બળદેવ રાઠોડ સહિતના ૧૩ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં આલ્કોહોલના મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત તો એ કે આ તમામ હોમગાર્ડ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનને દિવસે દારૂની મહેફિલ યોજી દારૂ ઢીંચવામાં આવ્યો હતો અને તેનું મેડિકલ ટેસ્ટિંગ બે દિવસ બાદ ૨૭ જાન્યુઆરીના મોડીરાત્રે કરવામાં આવતા આ પીધ્ધડોનો રિપોર્ટ પોઝિટિવ આવશે કે કેમ એ સવાલ શંકા ઉપજાવે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે સાયણ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.આર. રાઠોડ પાસે આ કેસની તપાસ હોય હવે એ હોમગાર્ડ જિલ્લા કમાન્ડરને શું રિપોર્ટ કરે એના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

 

મહેફિલમાં પકડાયેલા આરોપીઓની યાદી

૧. રણવીરસિંહ બલવંતસિંહ

૨. દીપક રતનજી પટેલ

૩. અંકિત જિગ્નેશ સિદ્ધપુરિયા

૪. બળદેવ કાંતિલાલ રાઠોડ (ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડિંગ)

૫. મહેશ રમેશ રાઠોડ

૬. રમેશ ગોવિંદ ઝીન્ઝુવાડિયા

૭. અમિત કેશવ મૈસુરીયા

૮. અનિલ જશવંત રાઠોડ

૯. સાજીદ અમીર શેખ

૧૦. દેવેન્દ્ર ગોમાન આહીર

૧૧. કિરણ જીતુભાઈ પટેલ

૧૨. દિવ્યાંગ નટવર સુરતી

૧૩. ડેનિશ હરીશ પ્રજાપતિ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here