જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં મુંબઇની કોર્ટે કંગનાને મોકલ્યું સમન્સ

0
36
Share
Share

મુંબઈ,તા.૨

બોલિવુડ અભઇનેત્રી કંગના રનોત ફરી એકવાર કાનુની વિવાદમાં ફસાતી નજરે પડી રહી છે. ગીતકાર જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં મુંબઇની અંધેરી કોર્ટે અભિનેત્રીને સમન્સ જારી કર્યું છે. સમન્સમાં અભિનેત્રીને જુહૂ પોલીસ મથક પહોંચીને તપાસમાં સહયોગ કરવા કહેવામાં આવ્યું છે. જાવેદ અખ્તરે નવેમ્બર ૨૦૨૦માં કંગના વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. પ્રતિક્રીયા આપતાં સોસિયલ મીડિયામાં અભિનેત્રીએ લખ્યું હતું કે ‘ગીધડો કા એક ઝુંડ ર એક શેરની.

આ જ કેસમાં ડિસેમ્બર ૨૦૨૦માં અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે જુહૂ પોલીસને અખ્તરે કંગના વિરૂદ્ધ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદ અંગે તપાસ કરવા સૂચના આપી હતી.

તપાસ પછી જુહૂ પોલીસે સોમવારે અદાલતને એક અહેવાલ સોંપ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદી જાવેદ અખ્તરની ફરિયાદ સંબંધે તપાસ માટે વધુ તપાસ કરવાની જરૂર છે. અહેવાલ જોઇને મેજીસ્ટ્રેટ આર.આર.ખન્નાએ અભિનેત્રી વિરૂદ્ધ સમન્સ જારી કર્યું હતું. હવે આ બાબતની સુનાવણી ૧ માર્ચના રોજ યોજાશે.

ગીતકાર જાવેદ અખ્તરના વકીલ જયકુમાર ભારદ્વાજે સોમવારે કહ્યું હતું કે,’ ગયા મહિને મુંબઇ પોલીસ તરફથી અભિનેત્રીને નિવેદન આપવા સમન કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રી પોલીસ સમક્ષ ઉપસ્થિત નહોતી થઇ અને જવાબ પણ નહોતો કર્યો.’ જાવેદ અખ્તરે એક ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું કે કંગનાએ અભિનેતા સુશાંતના મૃત્યુ પછી તેમના નામને બોલીવુડમાં ચાલી રહેલા જૂથવાદમાં ઘસડયું હતું. તેમ કરતાં તેમની જાહેર છબિ ખરાબ થઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here