મુંબઈ,તા.૨૧
મુંબઈ પોલીસ તથા કંગના રનૌત ફરી એકવાર સામસામે છે. આ વખતે જાવેદ અખ્તરનો કેસ છે. મુંબઈ પોલીસે સમન્સ જાહેર કરીને કંગનાને ૨૨ જાન્યુઆરીના રોજ હાજર થવાનું ફરમાન કર્યું છે. જાવેદે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંગના વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ કરી હતી. આ કેસ હાલમાં અંધેરી મેટ્રોપોલિટિન મેજેસ્ટ્રેટની પાસે હતો. સમન્સ મળ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી છે. સમન્સ મળ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેણે કહ્યું હતું, ’મારા માટે આજે વધુ એક સમન્સ આવ્યું છે. આવો તમામ વરુઓ એક સાથે જ આવી જાઓ. મને જેલમાં નાખો. મને ટોર્ચર કરો. મને ૫૦૦ કેસની દીવાલની પાછળ ઊભી રાખો. મરીને પણ મારી રાખ કહેશે કે હું તમામ વરુઓને છોડીશ નહીં. જાવેદ અખ્તરે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમનું નામ પણ કેમ્પબાજીમાં લીધું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જાવેદે કંગનાને રીતિક સાથેના સંબંધો પર ચૂપ રહેવાની ધમકી આપી હતી. આ વાતને કારણે તેમની જાહેર છબિને અસર થઈ છે.