જાલી નોટ મામલો સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ૧૦ વર્ષ અને મુખ્ય આરોપીને જનમટીપની સજા

0
34
Share
Share

મોરબી,તા.૨૯

ભાવનગરમાં વર્ષ ૨૦૧૫માં જાલી નોટ પકડાવવાના મામલે ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ આર.ટી. વચ્છરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૫માં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. ઢસાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નકલી નોટો છાપીને આખા દેશના અનેક શહેરોમાં પહોંચાડવામાં આવી હોવાને કારણે કરોડો રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ કેસમાં ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ જજ આર.ટી. વચ્છરાએ ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત ૩ લોકોને ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી છે.

ત્યાં જ મુખ્ય આરોપી ભુપત ઝાપડીયાને આજીવન સજા ફટકારી છે. ભાવનગર શહેરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી હતી. ઢસા જંકશન સ્વામિનારાયણ મંદિરના સ્વામી અક્ષરપ્રકાશદાસજી ગુરુસ્વામી ધર્મવિહારીદાસજી, દેસાઈનગરમાં રહેતા શખ્સની ધરપકડ કરી હતી. ગુરુ સ્વામી ધર્મવિહારીદાસજીએ અસલી રૂ. દોઢ લાખ આપીને રૂ. ૩ લાખની નકલી નોટો લીધી હતી. જેમાંથી એક લાખ પરત કર્યા હતા અને ૧ લાખની નકલી નોટો સળગાવી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here