જામવાળી પાસે ઇનોવા કાર ડિવાઇડર કૂદી બે ટુવ્હિલરને ઉલાળ્યાં, બેના ઘટનાસ્થળે જ મોત

0
32
Share
Share

રાજકોટ,તા.૩

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો થઇ રહ્યાં છે. ત્યારે આજે વધુ એક ત્રિપલ અકસ્માત બનતા રસ્તો રક્તરંજીત બન્યો હતો. ગોંડલના જામવાળી ગામ પાસે ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પહેલા પ્લેઝર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બાદમાં ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે પ્લેઝરચાલક મહિલા શિક્ષક અને તેના પુત્રને ગંભીર હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

બિલીયાળા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં આગ લાગવાથી ત્રણ મહિલા ભડથું થઈ ગયાની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જામવાળી પાસે પૂરપાટ ઝડપે દોડી આવતી ઈનોવા કાર જીજે-૦૩-એલએમ-૩૧૭૭ના ચાલકે હોન્ડા જીજે-૩-એચકયું-૯૦૫૬ અને પ્લેઝર જીજે-૦૩-ડીસી-૩૪૫૫ને અડફેટે લીધા હતા.

ગમખ્વાર અકસ્માતમાં જામવાડી જીઆઇડીસીમાં આવેલી અક્ષર ઓઇલ મિલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના ભીખાભાઈ ઉદાભાઈ ડામોર (ઉં.વ. ૩૦) અને ગોંડલ બસ સ્ટેન્ડ પાસે હીરાના કારખાનામાં કામ કરતા સંજય મનસુખભાઈ મકવાણા (ઉં.વ.૨૩, રહે. મોવિયા)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here