જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાના ક્લસ્ટરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપતા બિલ પાસ

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

સંસદે આજે જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાના ક્લસ્ટરને ’રાષ્ટ્રીય મહત્વની સંસ્થા’નો દરજ્જો આપવા માટે એક બિલ પાસ કર્યુ. બુધવારે ’ઈન્સ્ટીટ્યુ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ બિલ, ૨૦૨૦’ને રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે લોકસભાએ પહેલા જ બિલને અંતિમ સત્રમાં મંજૂરી આપી દીધી છે જેમાં ત્રણ જામનગર, ગુજરાત સ્થિત સંસ્થા – આયુર્વેદનમાં સ્નાકોત્તર શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને આયુર્વેદ ઔષધિ વિજ્ઞાન સંસ્થા શામેલ છે.

બિલને ચર્ચા માટે રાખતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આયુર્વેદ અને સમાજ માટે આની ઉપયોગિતા અને દુનિયાની આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે પ્રશંસા કરી. તેમણે કહ્યુ, ’આયુર્વેદ દેશમાં ચિકિત્સાની એક પ્રાચીન પ્રણાલી છે જેમાં પારંપરિક જ્ઞાન ખૂબ જોડાયેલુ છે.’ તેમણે કહ્યુ કે ’આત્મનિર્ભર ભારત’ હેઠળ સરકારે ઔષધીય છોડની ખેતી અને ખેડૂતોને સમર્થન કરવા માટે ૪૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here