જામનગર સામૂહિક દુષ્કર્મ કેસઃ ચોથા આરોપીની ધરપકડ, એકના રિમાન્ડ મંજૂર

0
42
Share
Share

જામનગર,તા.૬

હજી યુપીની હાથરસની ઘટના હજી તાજી છે ત્યાં જામનગરમાં પણ સગીરા પર સામૂહિક દુષ્કર્મની  ઘટનાને પગલે ગુજરાતભરમાં રોષ વ્યાપી રહ્યો છે. આ ઘટનાના ચારેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. ચોથા ફરાર આરોપીને સોમવારે વહેલી સવારે પોલીસે ખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો. આ જધન્ય અપરાધમાં આરોપીઓમાંથી એકનાં મોબાઇલમાંથી તરૂણીની હાજરી દર્શાવતો વીડિયો પણ મોબાઇલમાંથી મળ્યો છે. હાલ પોલીસે આરોપીઓનાં મોબાઇલ કબ્જે કરીને ફોરેન્સિક તપાસમાં મોકલ્યા છે. પહેલા ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક પોલીસ રિમાન્ડ પર છે.

મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું. જે દિવસે બનાવ બન્યો ત્યારે સગીરાને મિલન નામના આરોપીએ ફોન કરીને ઘેર બોલાવી હતી. સગીરા આવે તે પહેલા જ અન્ય ત્રણ આરોપીઓ ઘરમાં હાજર હતાં. સગીરા પણ ત્યાં હાજર હોય તેવું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જેથી પોલીસે મિલનનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે. મિલનનાં ફોનમાંથી કોલ ડીટેઈલ કઢાવવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી મિલને પોતાના મોબાઈલ ફોનની અંદર રહેલું સીમ કાર્ડ વગેરે પણ તોડી નાખ્યાનું સામે આવ્યું છે. જેથી એફ.એસ.એલ.ની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સામૂહિક દુષ્કર્મ કેસના અન્ય ત્રણ આરોપીઓ દર્શન ઘેલુભાઈ ભાટીયા, મિલન ડાડુભાઈ ભાટીયા અને દેવકરણ જેસાભાઈ ગઢવી ત્રણેયને અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસની રિમાન્ડની માંગણી કરાતા કોર્ટે આરોપી મિલન ભાટીયાની ત્રણ દિવસની રિમન્ડની માંગણી મંજૂર કરી હતી. જયારે અન્ય બે આરોપીઓ દર્શન અને દેવકરણ ગઢવીને જેલમાં મોકલવાનો હુકમ કરતા કરાતા બંન્નેને જેલમાં બંધ કરવામાં આવ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here