જામનગર : શેરનો સટ્ટો ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા, ૮ નામ ખુલ્યા

0
17
Share
Share

જામનગર તા. ર૪

સીટી બી ડિવિઝન પોલીસે શેરબજારનો ડબ્બો ચલાવયા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.  જામનગરમાં પીએન માર્ગ પર આવેલ મોર્ડન માર્કેટમાં સીટી બી ડીવીજન પોલીસે ગઈ કાલે રાત્રે દરોડો પાડી ત્રણ સખ્સોને લાયસન્સ વગર ચાલવતા શેરબજારના ડબ્બા સાથે પકડી પાડ્યા છે. પોલીસે ત્રીસ હજારની રોકડ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરતા આ ડબ્બા પર અન્ય  આઠ સખ્સો ગેરકાયદે શેરની લે વેચ કરતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ તમામને ફરાર જાહેર કર્યા છે.

જામનગરમાં હાલ  આઈપીએલની મેચનો ડબ્બો પકડાઈ રહ્યો છે ત્યારે આ સીજન વચ્ચે ગેર કાયદે રીતે શેર બજારનો ડબ્બો ધમધમતો હોવાની સીટી બી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેને લઈને ગઈ કાલે રાત્રે અંબર ટોકીઝ, મોર્ડન માર્કેટમાં ગ્રાઉન્ડ ફલોર ઓફિસ નં. ૬૩માં આવેલ પ્રદિપભાઇ હંસરાજભાઇ બુધ્ધદેવ લોહાણા (ઉ.વ.૫૦)ધંધો સદર ઓફિસમાં વેપાર રહે. પંચવટી સોસાયટી, બ્રાહ્મણ બોડર્ીંગની બાજુમાં, મકાન નં. ૬૬/૧માં રહેતા સખ્સ  સંચાલિત ડબ્બા પર ગેર કાયદે  શેરની લે વેચ કરી સરકારને ચૂનો ચોપડતા પ્રદીપભાઈ ઉપરાંત પરાગ દિલીપભાઇ હરવરા જાતે ભણશાળી ઉ.વ.૨૬ ધંધો પ્રા.નોકરી રહે. લાલવાડી આવાસ, પટેલ સમાજ પાસે, બ્લોક નં. સી/૭૦૯, જામનગર, રાજેશ ભીખુભાઇ મકવાણા જાતે રજપુત (ઉ.વ.૫૦) ધંધો પ્રા.શિક્ષક રહે. લંઘાવાડની ઢાળીયો, દિવાન ખાન ચોક, જામનગર શખ્સ શકશો મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય સખ્સોના કબજામાંથી રૂપિયા ૩૦ હજારની રોકડ ઉપરાંત ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here