જામનગર શહેર ભાજપ સંગઠનનો પદભાર સંભાળતા નવનિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાએ શુભેચ્છા પાઠવતા સાંસદ સહિત જિલ્લાભાજપ અગ્રણીઓ

0
24
Share
Share

જામનગર, તા.૨૦

જામનગર મહાનગર ભારતીય જનતા પાટર્ી સંગઠનના નવનિયુક્ત પ્રમુખ  ડો.વિમલભાઇ કગથરાએ પદભાર આજરોજ લાભપાંચમના શુભ દિવસે સંભાળ્યો તે પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ મેયર  હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  સુભાષભાઇ જોશી શાસક પક્ષ નેતા  દિવ્યેશભાઇ અકબરી, શિક્ષણ સમિતિ ચેરમેન  આકાશભાઈ બારડ, પક્ષના આગેવાનો હોદેદારો તેમજ શુભેચ્છકો કાર્યકર્તાઓ અને મીડીયા કર્મીઓએ શહેર ભાજપ કાર્યાલય પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે ઉપસ્થિત રહી  વિમલભાઇને શુભેચ્છાઓ પાઠવી હતી

આ તકે નવનિયુક્ત પ્રમુખ  વિમલભાઈ એ પ્રદેશ ભાજપ પ્રમુખ  આર.સી.પાટીલ મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણીજી તેમજ નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઇ પટેલજી નો આભાર વ્યક્ત કરી તેમને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવાની કટીબદ્ધતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવનાર સૌ નો આભાર વ્યક્ત કર્યો હતોકાર્યક્રમની શરુઆત સમૂહગીત થી કરવામાં આવેલ, તથા શહેર ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયાએ સ્વાગત પ્રવર્ચન કરી સૌ કોઈ ને આવકારેલ. ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુનું સ્વાગત પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા દ્વારા કરવામાં આવેલ, મેયર હસમુખભાઈ જેઠવા નું સ્વાગત વિનોદભાઈ ખીમસુરિયાં દ્વારા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલાનું સ્વાગત કેતનભાઈ જોશી દ્વારા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાનું સ્વાગત ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા દ્વારા, સાંસદ પૂનમબેન માડમ નું સ્વાગત મહિલા પ્રમુખ શારદાબેન વિંઝુડા દ્વારા કરવામાં આવેલ.

પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાએ પોતાના ઉદબોધનમાં નવ નિયુક્ત પ્રમુખ ડો વિમલભાઈ કગથરા અભિનંદન આપી સફળતા માટે શુભકામના પાઠવેલ. ઉપરાંત પોતાનામાં વિશ્વાશ મૂકી જવાબદારી સોંપવા બદલ પાટર્ીના શિરસ્થ નેતૃત્વનો આભાર માનેલ. સાથીસાથ પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર સૌ પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ શહેર સંગઠનના પદાધિકારીઓ, સાંસદ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મેયર,  પૂર્વ મેયરઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશેષમાં અખબારના માલિકો, તંત્રીઓ, પ્રતિનિધીઓ, ફોટોગ્રાફર્સ, ટી.વી ચેનલના માલિકો, પ્રતિનિધિઓ, વીડિયોગ્રાફર્સનો વિશેષ આભાર માનેલ.મેયર  હસમુખ જેઠવાએ નવ નિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાને કર્મઠ અને કાર્યશીલ ગણાવતા જણાવેલ કે સંવંત ૨૦૭૭ ની શરુઆતમાં લાભ પાંચમના શુભદિનએ આ કાર્યભાર સોંપવામાં આવી રહ્યો છે. તેઓ એ વધીમાં જણાવેલ કે પર્વ પ્રમુખએ ૭.૫ વર્ષ પક્ષને સક્ષમ રીતે નેતૃત્વ પ્રદાન કર્યું, પાટર્ીને વધુ ને વધુ મજબૂત બનાવી, અંતતઃ નવ નિયુક્ત પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ખુબ સારી રીતે કામગીરી બજાવે તેવી શુભકામના પાઠવેલ.

રાષ્ટ્રીય સફાઈ અયોગ્યના પૂર્વ અધ્યક્ષ મનહરભાઈ ઝાલા એ જણાવેલ કે ડો. વિમલભાઈ કગથરા સંગઠનની જીવ છે, યુવા મોરચાથી શરુ કરી શહેર મહામંત્રી તરીકે બહોળો અનુભવ ધરાવે છે, તેઓ એ જણાવેલ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે, તેવા પક્ષના કાર્યકર્તા આપણે સૌ છીએ, જેનું ગર્વ આપણે સૌ એ લેવું જોઈએ. તેઓ એ વિમલભાઈ કગથરાને શુભેચ્છા પાઠવેલ.

ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ દ્વારા ઉદબોધન કરવામાં આવેલ કે, કાર્યકર્તાએ સંગઠનનો પાયો છે. એક સમય હતો સાંસદમાં અટલજીને કહેવામાં આવેલ કે ‘‘તમે બે અને તમારા બે !‘‘ અને એ પાટર્ી વિશ્વની સૌથી મોટી પાટર્ી બની છે, તો તેનું કારણ છે સક્ષમ કાર્યકર્તા. આ તબબકે તેઓ એ નવનિયુક પ્રમુખ ડો. વિમલ કગથરાને શુભકામના પાઠવેલ.સાંસદ  પૂનમબેન માડમએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, જામનગર શહેરમાં સહુથી નાની વાયના યુવાન પ્રમુખ તરીકે ડો. વિમલભાઈ કગથરાની નિમણુંક થયેલ છે. પક્ષએ તેઓ ને મોટી જવાબદારી સોંપી છે, શહેર મુખ્ય કેન્દ્રબિંદુ હોય છે. શહેર માંથી ઉભો થતો માહોલ જિલ્લાઓમાં અસર કરે છે. શહેરએ પોલિટિક્સનું એપિકસેન્ટર હોય છે, અને ડો. વિમલભાઈ કગથરાને મહત્વની જવાબદારી સોંપાઈ છે, સાંસદ  પૂનમબેન માડમ એ નવનિયુક્ત પ્રમુખ વિમલભાઈ કગથરાને શુભકામના પાઠવેલ.વિશેષ રુપે જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો વિમલભાઇ કગથરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે  આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સા. કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહ સા. રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ  જે.પી.નડ્ડા સા. ની પ્રેરણા આપણા સંગઠન ને ‘‘સેવા હી સંગઠન ‘‘ સાર્થક કરવા હંમેશા માર્ગદર્શક રહેશે જે દિશાનિદર્ેશની દિશામા સૌ ના સાથસહકારથી આગળ ધપવા નો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here