જામનગર વોર્ડ ૬માં બસપાના ત્રણ ઉમેદવારોએ મેળવી જીત

0
18
Share
Share

જામનગર,તા.૨૩
૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સરેરાશ મતદાન ઓછુ નોંધાયુ હતું. મતદાતાનો ઝુકાવ કોના તરફ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. છ મનપામાં ૫૭૬ બેઠકો પર ૨૨૭૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ ગયો. રાજ્યના જામનગરમાં ભાજપ અને કૉંગ્રેસને હરાવીને વોર્ડ નંબર છમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા છે.
જામનગરના વોર્ડ નંબર છમાં બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન સેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. આમ ભાજપ અને કોંગ્રેસને કચડીને બહુજન સમાજવાદી પાર્ટીના હાથીએ સવારી કાઢી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here