જામનગર : મેડીકલ કોલેજની હોસ્ટેલમાંથી છ લેપટોપની ચોરી

0
24
Share
Share

જામનગર, તા.૨૮

જામનગરની મેડિકલ કોલેજ કેમ્પસમાં ભારે હડકંપ મચાવી દેનારા ચોરીના આ બનાવની વિગત એવી છે કે, જામનગરની મેડીકલ કેમ્પસમાં આવેલ પી.જી. હોસ્ટેલના રૂમ નં.૧૦૦૮ માં રહેતી મહિલા તબીબ કિંજલબેન રમણભાઈ પટેલે રવિવારે બપોરે સીટી બી.ડીવીઝન પોલીસ મથકમાં પોતાના રૂમમાંથી રૂપિયા ૩૨ હજારની કિંમતનું લેપટોપ કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયાનુ જાહેર કર્યું હતુ. પોતાના રૂમના દરવાજાને લોક મારીને તેની ચાવી વેન્ટિલેશન બારીમાં રાખી પોતે જી.જી.હોસ્પિટલમાં ફરજ પર ગયા હતા જે દરમિયાન શનિવારે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો આ લેપટોપની ચોરી કરી લઈ ગયો હતો. આ ઉપરાંત પોતાની સાથે જ હોસ્ટેલના અલગ અલગ રૂમમાં રહેતા અન્ય પાંચ તબીબો કે જેઓના પણ તમામના લેપટોપ તે જ રીતે ચાવી વડે દરવાજો ખોલી લેપટોપની ચોરી કરી લઈ ગયા હતા. એકી સાથે છ લેપટોપની ચોરી થઈ જતા તબીબોમાં ભારે દોડધામ થઈ છે અને જીજી હોસ્પિટલના ઉચ્ચ સત્તાવાળાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હનુમાન ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.બી.ગોસ્વામી તેમના સ્ટાફ સાથે તરત જ મેડીકલ કેમ્પસમાં આવેલી પી.જી.હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here