જામનગર : મહારાષ્ટ્રથી પરવાનગી વગર આવેલા શખ્સની ધરપકડ

0
41
Share
Share

જામનગર, તા.૫

મહેરબાન જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજાની સુચના મુજબ જામનગર જીલ્લાની હદમાં બહારના જીલ્લા/રાજ્યમાંથી પ્રવેશતા ઈસમોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો.સબ.ઈન્સ. એમ.એલ.આહીર તથા સ્ટાફના એ.એસ.આઈ. કનકસિંહ ઝાલા એ.એસ.આઈ. દીલીપભાઈ આહીર પો.હેડ.કોન્સ. કે.કે.ગઢવી તથા પો.હેડ કોન્સ. દેવાયતભાઈ કાંબરીયા, પો.કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા, પો.કોન્સ. રાજેષભાઈ ઓડેદરા, વુ.પો.કોન્સ. હેતલબા રાઠોડ, ડ્રા.કે.કે.ગોહિલ, તથા ડ્રા.સંદીપભાઈ પરમાર બેડીમરીન પોસ્ટે વિસ્તારમાં જામનગર જીલ્લાની હદમાં બહારના જીલ્લા/રાજ્ય પ્રવેશતા ઈસમોને શોધી કાઢવા અર્થે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ હકીકત અન્વયે આજરોજ તા.૪ ના રોજ કલાક ૧૩.૦૦ વાગ્યે બેડી ગઢવાળી શાળાની બાજુમાં જાકુબ ઈશાક છેર ઉ.વ.૩૩ એ કોરોના અન્વયે કોઈ પણ પ્રકારનુ મેડીકલ ચેકઅપ કરાવેલ ન હોઈ અને મહારાષ્ટ્ર રત્નાગીરીથી છુપી રીતે ખટારામાં કટકે કટકે જામનગર આવી મજકુર ઈસમે જામનગર જિલ્લાના મેજી.ના જાહેરનામાનો ભંગ કરી તેમજ લોકોમાં તથા પોતાને કોરોનાનો ચેપી રોગ ફેલાય તેવી બેદરકારી દાખવેલ છે. પો. સ.ઈ. એમ.એલ.આહીરે મજકુરની ધરપકડ કરી મેડીકલ ટીમને બોલાવી મજકુરનુ મેડીકલ કરાવી મેડીકલ ઓફીસરની સુચના મુજબ કોરોન્ટાઈન કરવાની કાર્યવાહી કરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here