જામનગર : મનપા દ્વારા ૩૦૫૨ ભૂતિયા નળ જોડાણ એક માસમાં ઝડપી પાડયા

0
28
Share
Share

જામનગર તા. ૨૩

જામનગરમાં અસંખ્ય લોકોએ ગેરકાયદે નળ જોડાણો મેળવી લીધા છે. આવા નળ જોડાણો શોધી કાઢવા જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાએ ૧૪ ટીમો મેદાનમાં ઉતારી છે. તા. ૩-૯-૨૦૨૦ થી શરુ કરવામાં આવેલ આ કામગીરીમાં ગઇકાલ સુધીમાં ૩૦૫૨ ગેરકાયદે નળ જોડાણો શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમને સાત દિવસની નોટીસો આપવામાં આવી હતી. આવા નળ જોડાણ ધારકોને રુ. પ૦૦ નો ચાજર્ તથા ૧૧૫૦ નો પાણી વેરો મળી કુલ રુપિયા ૧૬૫૦ ભરપાઇ કરીને નળ જોડાણ રેગ્યુલાઇઝડ કરાવી લેવા જણાવાયુ છે. જેમાંથી ગઇકાલની સ્થિતિએ ૪૨૨ આસામીઓએ જરુરી નાણા ભરપાઇ કર્યા હતા અને જોડાણો રેગ્ુલાઇઝડ કરાવ્યા હતા. બાકી રહેલા આવા નળ જોડાણધારકોને પૈસા ભરપાઇ કરવા જણાવાયુ છે. જો તેઓ પૈસા નહીં ભરે તો તેમને વાર્ષીક બીલમાં નળ વેરો ઉમેરીને બીલ આપી દેવામાં આવશે પરંતુ કોઇના નળ જોડાણો કાપવામાં આવનાર નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here