જામનગર ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવાયો

0
16
Share
Share

જામનગર તા.૧૧

દેશભરમાં ભારતીય જનતા પાટર્ીનો જવલંત વિજય થઇ રહ્યો છે, બિહારમાં એન.ડી.એ ની સરકાર રચાવા જારી રહી છે, તથા ગુજરાત વિધાનશભાની ચૂંટણીમાં ૮ એ ૮ સીટ ઉપર ભારતીય જનતા પાટર્ીના ઉમેદવારોની જીત થઇ છે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ અને પ્રજાલક્ષી કામગીરીને અનુસંધાને લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે. કેન્દ્રની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર હોય, કે ગુજરાત રાજ્યની વિજયભાઈ રુપાણી સરકાર સતત – સખત અને અવિરત પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. આ તબ્બકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી તથા માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આઈ.પાટીલએ મતદારોને આભાર વ્યક્ત કરેલ, તથા લોકોને અપેક્ષા અનુસારની કામગીરી ઉપર વધુ ભાર મૂકી નીતિઘડતર કરવાની ખાતરી આપેલ. તથા ગુજરાતની પેટા ચૂંટણીમાં ૮ માંથી ૮ બેઠકો ઉપર વિજય ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષે ૨૦૨૨ ની વિધાનશભાનું ટ્રેઇલટ ગણાવેલ. આ તબ્બકે, ગુજરાત (પેટ ચૂંટણીઓ), બિહાર, મધ્યપ્રદેશ (પેટા ચૂંટણીઓ), ઉત્તરપ્રદેશ (પેટ ચૂંટણીઓમાં) ભારતીય જનતા પાટર્ીના જવલંત વિજય સાંપડેલ, પ્રચંડ જનસમર્થનને અનુસંધાને ભાજપ જામનગર શહેર દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવેલ.

આ તબ્બકે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, પૂર્વ જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મેયર હસમુખ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોશી, શિક્ષણસમિતિ પ્રમુખ આકાશ બારડ સહીત શહેર સંગઠનના પદાધિકારીઓ, મહિલા મોરચા, યુવા મોરચા, એનું. જાતિ, કિશાન મોરચા સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ વોર્ડ સમિતિના સભ્યો સહીત કાર્યકર્તાઓ વિજયોત્સવમાં ઉપસ્થિત રહેલ. ભારતીય જનતા પાટર્ી જામનગર મહાનગરના મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here