જામનગર : બે રહેણાંકમાંથી વિદેશી દારૂ-બીયર સાથે ત્રણ ઝડપાયા

0
33
Share
Share

જામનગર, તા.૧૪

જામનગરની પેરોલ ફર્લો ટીમે પ્રથમ દરોડો ધરાનગર-૧ વિસ્તારમાં પાડ્યો હતો જ્યાં હતો રહેતા મન્સૂર ઉર્ફે બાબરી સિદિક ગંઢારના મકાન પર દરોડો પાડી ૧૦૨ નંગ ઈંગ્લીશ દારૂના ચપટા કબજે કર્યા છે અને મકાનમાલિક મન્સૂર ઉર્ફે બાબરી તેમજ તેના સાગરીત સરફરાજ લતીફભાઈ ગંઢારની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આબિદ મોવર નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે આબિદને ફરારી જાહેર કરી તપાસનો દૌર સુરેન્દ્રનગર સુધી લંબાવ્યો છે. આ ઉપરાંત ઈંગ્લીશ દારૂ અંગેનો બીજો દરોડો જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં પાડયો હતો જ્યાં ભાડાના મકાનમાં રહેતા જીગર ઉર્ફે રવિ મનસુખભાઈ નાખવા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો અને તેના રહેણાંકમાંથી ૩ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી અને ૧૪ બિયરના ટીન કબજે કર્યા છે અને તેની સામે સીટી બી.ડીવીઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધાવ્યો છે.

થાન : બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

થાનના વાગડીયા રોડ પર વાદીપરામાં રહેતો પ્રવિણ વાઘેલા (ઉ.વ. ૨૬) નામનો યુવાન પોતાનું બાઇક લઇ જતો હતો ત્યારે મોરપરા રોડ પર બાઇક સ્લીપ થતાં શરીરે અને માથામાં ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તુરંત જ થાન પોલીસને જાણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here