જામનગર તા.૨૫
જામનગરની એસ.ઓ.જી શાખાની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરુપે રાજકોટની એક હત્યા કેસનો આરોપી કે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો, તેને શોધી કાઢી રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે. જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડી દ્વારા ચલાવાતી નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ ના ભાગરુપે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ધરમનગરમાં રહેતો મહેબૂબ ખાન હુસેન ખાન પઠાણ એક વર્ષ પહેલા રાજકોટના જ ૩૦૨ અને ૩૦૭ના ગુનામાં જેલ હવાલે થયા પછી પેરોલ પર છૂટીને નાસ્તો ફરતો હતો. ઉપરોક્ત આરોપીને જામનગરનીને એસ.ઓ.જી શાખાને ટીમે વોચ ગોઠવી પકડી પાડયો છે અને રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.