જામનગર: પતિને માવાની તલપ લાગીને પત્ની દુષ્કર્મનો ભોગ બની

0
17
Share
Share

ધ્રોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

જામનગર,તા.૧૭

જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ધ્રોલ પોલીસમથકમાં નોંધાઈ છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસમાં અલગ-અલગ પોલીસ મથકમાં ૫ જેટલા ગુન્હાઓ આ મામલે નોંધાય ચુક્યા છે. જો કે આ બનાવ મામલે પોલીસે આરોપીને ઝડપી આગળ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લો દુષ્કર્મની ઘટનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, એક બાદ એક દુષ્કર્મની ફરિયાદો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે, ત્યારે ધ્રોલમાં એક પરિણીતાએ તેના પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોધાવતા પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાના મેડીકલ તપાસ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને શોધી ઝડપી પાડ્યા છે. આ બનાવમાં વાત કરીએ તો દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા અને તેનો પતિ ધ્રોલથી હરીપર ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળેલા હતા, દરમિયાન પરિણીતાના પતિએ રસ્તામાં માવો ખાવા માટે ગાડી રોકાવતા ત્યાં બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અજરુદીન ઉર્ફે અજુડો ત્યાં આવેલ અને તેણીના પતિને કહેલ કે તમે અહી શું કરો છો, જે બાદ આવેલ શખ્સોએ પરિણીતાના પતિનો મોબાઈલ લઇ અને ઢીકાપાટુંનો માર મારેલ હતો, અને ભોગ બનનારના પતિને છરી દેખાડી ત્યાંથી થોડે દૂર ઝાળી ઝાખરામાં લઇ જઈને બન્ને શખ્સોએ એક બાદ એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પરિવારજનોને આ બાબત વ્યથા વર્ણવી પરિણીતાએ તેના પર આ બન્ને શખ્સો જે પણ ધ્રોલના રહીશ છે તેના વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બનાવ અંગે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ બંને આરોપીઓને શોધી અટકાયત હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here