જામનગર : નજીવી બાબતે રીક્ષા ચાલક પર ત્રણ શખ્સોનો હુમલો

0
14
Share
Share

જામનગર, તા.૨૧

જામનગરમાં મયુરનગર નજીક વામ્બે આવાસમાં રહેતા અને રીક્ષા ચલાવતા જીતેન્દ્રભાઈ પંડ્યા નામના રીક્ષાચાલક યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ-ધોકા વડે હુમલો કરી હાથમાં અને પગમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજા પહોંચાડવા અંગે તેજ વિસ્તારમાં રહેતા જીવણ બાવરી અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલક યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રીક્ષાચાલક યુવાન પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ત્રિપલ સવારી બાઈકમાં આવ્યા હતા અને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરતા રીક્ષા સાથે બાઈક અથડાતા રહી ગયુ હતુ. જે પ્રશ્ને બોલાચાલી થયા પછી આ હિચકારી હુમલો કરી દેવાયાનુ જણાવાયુ હતુ. જે ત્રણેય આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

જામનગર : ચોકીદાર યુવાનનાં ઘરમાંથી રૂા.૩૦ હજારની ચોરી

શહેરની સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે મનધારા રેસીડેન્સી ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા અને ચોકીદારી કરતા કરણભાઈ બહાદુર થાપા નામના નેપાળી ચોકીદાર યુવાને પોતાના મકાનમાં બારીમાંથી કોઈ તસ્કર રૂા.૩૦ હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને રેસીડેન્સી વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક અજ્ઞાત સ્ત્રી ચોરી કરતા નજરે પડી હતી. જેથી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here