જામનગર : ધોરી માર્ગ પર એસઆરપીની સુમો સાથે બાઈક અથડાતા પ્રૌઢનું મોત

0
59
Share
Share

જામનગર, તા.૧૬

જામનગરમાં ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ જતા હાઈવે રોડ પર સાંઢીયા પુલ નજીક ગઈકાલ રાત્રે શિવાજીભાઈ રામભાલ મિશ્રા નામના પ્રૌઢ બાઈક પર પસાર થઈ રહયા હતા જે વેળા તેઓ રોડ પર ગેરકાયદે તુટેલુ ડીવાઈડર ઓળંગી રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે ત્યાંથી પસાર થતી એસઆરપી ગ્રુપ-૧૩ ઘંટેશ્વરના ડીવાયએસપીની સુમો સાથે તેનુ બાઈક ટકરાયુ હતુ. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિવાજીભાઈનુ મૃત્યુ નિપજ્યુ હતુ.

આ બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળ તેમજ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. આ બનાવ મામલે એસઆરપી કર્મચારી મેસુરભાઈ દેવરખીભાઈ મકવાણાની ફરીયાદ પરથી પોલીસે બાઈક ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. મૃતક પ્રૌઢ જામનગરના ખોડીયાર કોલોની નજીક ઢીંચડા રોડ પર બાલાજી પાર્ક-૨ વિસ્તારમાં રહેતા હોવાનુ સામે આવ્યુ છે. જેઓ મોડી સાંજે જામનગર તરફ બાઈક પર પરત આવી રહયા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here