જામનગર-જયપુરની આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રને સમર્પિત

0
19
Share
Share

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ગહલોત સામેલ

અમદાવાદ,તા.૧૩

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમા આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદને રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે વચ્યૂઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદના વિષય પર દુનિયામાં વોકલ થવાની જરૂર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આ બંને સંસ્થાનોના માધ્યમથી રાજસ્થાન અને ગુજરાતમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સંસ્થાનોને સમર્પિત કરતાં કહ્યું કે, આયુર્વેદને આધુનિક વિજ્ઞાન સાથે મળીને નવા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત અને રાજસ્થાનની જે સંસ્થાનોને અપગ્રેડ કરવામાં આવી છે તેથી મારો આગ્રહ છે કે એવો પાઠ્‌યક્રમ તૈયાર કરવામાં આવે જે આંતરરાષ્ટ્રીય સ્તરને અનુકૂળ હોય. આયુ રસાયણ શાસ્ત્ર વિષય પણ વધુ કામ કરવાની જરૂર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ઊભું કરી રહ્યું છે. આ સેન્ટરના માધ્મમથી પારંપરિક દવાઓમાં વધુ રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ સમગ્ર માત્ર જામનગર કે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. આ સંસ્થાનમાં હાથ ધરવામાં આવેલા રિસર્ચથી આવનારા સમગ્ર ગુજરાત અને દેશને લાભ મળશે. આયુર્વેદના ક્ષેત્રમાં નવા રિસર્ચ થકી લોકોને વધુ લાભ પહોંચાડી શકાશે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને સંસ્થાન દેશમાં આયુર્વેદના પ્રતિષ્ઠિત સંસ્થાન છે. જામનગરની સંસ્થાનને સંસદના કાયદાના માધ્યમથી રાષ્ટ્રીય અગત્યની સંસ્થાનનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે જ્યારે જયપુરની સંસ્થાનને યુજીસી દ્વારા માનદ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધનતેરસના પાવન દિવસે વડાપ્રધાને ટ્‌વીટ કરીને સૌને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધનતેરસની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here