જામનગર ખાતે હળવદના કોન્સ્ટેબલ વતી વચેટીયો રૂ.૪૦ હજારની લાંચ લેતા ઝડપાયો

0
17
Share
Share

દારૂના ગુનામાં નામ નહી ખોલાવવા રૂ.૭૦ હજારની માંગ કરી તી : નવનિયુકત ડીવાયએસપી નું સફળ છટકુ

જામનગર તા. ૧૩

જામનગર શહેરના આઇટીઆઇના ગેઇટ આગળ ચાની કેબીન પાસે દારૂના ગુનામાં નામ નહીં ખોલાવવાના બદલામાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી વચેટીયો રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી લેતા જામનગર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ હળવદ પોલીસ મથકના સ્ટાફે ઝડપેલા દારૂના ગુનામાં જામનગરના શખ્સનું નામ નહીં ખોલાવવાના મામલે હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ જસમતભાઇ ચંદ્રાલા નામના પટેલ એ રૂ.૭૦ હજારની માંગ કરી હતી. બંને  વચ્ચે રકઝક ના અંતે રૂ.૪૦ હજાર આપવાનું નકકી થયેલુ. જે રકમ જામનગર ખાતે જ આપી દેવાનું કહેતા પરંતુ ફરીયાદીએ લાંચ આપવી ન હોવાથી લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતા એસીબી એ છટકુ ગોઠવયુ હતુ.

જામનગર શહેરના આઇટીઆઇ ગેઇટ આગળ આવેલ ચાની કેબીને ગોઠવેલા છટકામાં કોન્સ્ટેબલ પ્રવિણભાઇ ચંદ્રાલા વતી વચેટીયો ભરત ઉર્ફે ચોટલી હર્ષદ ચૌહાણ નામનો શખ્સ રૂ. ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જયારે કોન્સ્ટેબલ પ્રવિણ ચંદ્રાલાને ઝડપી લેવા દોડધામ આદરી છે.

રાજકોટ એકમના એસીબીના  મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઇ એ.ડી. પરમાર સહીતના સ્ટાફે કામગીરી બજાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here