જામનગર: કોરોનાના વધતા કેસો સામે જામનગરમાં વેપારીઓ બપોર પછી પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

0
9
Share
Share

જામનગર,તા.૨૪

દેશમાં કોરોના હજુ કાબૂમાં નથી આવ્યો અને ગુજરાતમાં તો કોરોનાના કેસોની સંખ્યા વધતી જ જાય છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એવાં શહેરોમાં જામનગર પણ છે ત્યારે જામનગરના વેપારીઓએ એક પ્રસંશનિય નિર્ણય લઈને બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે.

જામનગરમાં વધી રહેલા કોરોના કેસને કારણે ધી સીડ્‌ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશને કરેલી જાહેરાત પ્રમાણે , આવતી કાલે બુધવારથી ગ્રેઇન માર્કેટમાં આવેલી તમામ દુકાનો માત્ર સવારે ૯ થી બપોરે ૨ સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. આ સમય સિવાય ગ્રેઇન માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે અને કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે. ગ્રાહકોએ આ સમય દરમિયાન પોતાના માટે જરૂરી ચીજો લઈ લેવાની રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here