જામનગર એસઓજીએ ૬ બાઈક સાથે બે આરોપીને ઝડપી ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

0
15
Share
Share

જામનગર,તા.૦૩

શહેર અને રાજકોટમાંથી બાઇકની ચોરી કરનારા બે ઇસમોને જામનગર એસઓજીએ શંકર ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા હતા બને ઈસમો બાઈક ચોરીમાં માહેર છે. બાઇકની ચોરી કર્યા બાદ અન્ય જિલ્લામાં બાઈક વહેંચતા હોવાનું બહાર આવ્યું હતુ. એસઓજી પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બંને બાઇક ચોરને ૬ બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમિયાન બે બાઈક રાજકોટમાંથી ચોરી હોવાનું કબુલ્યું હતુ,

તો ચાર બાઈક જામનગર શહેરમાંથી ચોરી થયા હતા. જામનગર એસઓજીએ ૬ બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્‌ચોરી કરનારા બે ઇસમો વિશાલ પરમાર અને વિજય બાબરીયાને એસઓજીએ ઝડપીને ૬ ગુનાઓનો ભેદ ઉકલ્યો હતો. બને આરોપી પાસેથી પોલીસે રૂપિયા ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને આરોપીઓ જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટમાંથી પણ બાઇકની ઉઠાંતરી કરી હતી. એસઓજી સ્ટાફના રવિ બુજડ, હિતેશ ચાવડા, દિનેશ સાગઠિયાની ઉમદા કામગીરીથી બંને બાઈક ચોર ઝડપાયા હતા. પીઆઇ ગાધે, પીએસઆઇ વી કે ગઢવીના માર્ગદર્શનમાં સમગ્ર કામગીરી કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here