જામનગર : આર્થિક ભીંસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

0
13
Share
Share

જામનગર, તા.૧૫

જામનગર તાલુકાના સિક્કામાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે ધંધામાં ખોટ આવતા અને આર્થિક સંકડામણ વધી જતા યુવાને આખરે જીવતર ટુંકાવી લીધુ છે. જ્યારથી કપરો કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી અનેક યુવાનોએ જીવતર ટુંકાવી લીધા છે.

તાલુકાના સિક્કા ભગવતી કોલોનીમાં રહેતા ૩૮ વર્ષીય કુલદીપસિંહ પથુભા રાઠોડ નામના યુવાને ગત તા.૬ ના રોજ ઝેરી દવા પી જીવતરનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ યુવાનને જીજી હોસ્પિટલ ખસેડયો હતો જ્યાં નવેક દિવસની સારવાર બાદ યુવાને હોસ્પિટના બિછાને દમ તોડી દીધો હતો.

પોતાના ભાઈનો લોકડાઉન સમયથી ધંધો બરોબર ચાલતો ન હતો અને બીજી તરફ ઘરની નબળી આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી લીધી હોવાનુ મૃતકના ભાઈ મહેન્દ્રસિંહ પથુભા રાઠોડે સિક્કા પોલીસમાં નિવેદન આપ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ માસના ગાળા દરમિયાન કોરોનાકાળમાં ધંધા રોજગાર પડી ભાંગતા જામનગરમાં જ ત્રણ યુવાનોએ જીવતરનો અંત આણ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here