જામનગરમાં ૭ ભેજાબાજોએ ૫૪ લોકોને સાથે ૧૦ કરોડની છેતરપિંડી કરાયાની ફરિયાદ

0
35
Share
Share

જામનગર,તા.૨૧

જામનગરમાં વધુ એક વખત વિક્રમ ઘટના બની જેમાં ૫૪ લોકોના ૧૦ કરોડની રકમ મુદત પુર્ણ થયા બાદ મહાભારત ના મળતા બે મહિલા સહિત સાત શખ્સો સામે છેતરપિંડી વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર નિવૃત આર્મીમેન અને હાલ ડિફેન્સ કોલોનીમાં રહેતા ફરિયાદી રણવીરપ્રતાપ સિંહ સહિત કુલ ૫૪ લોકોએ ફરિયાદ નોંધાવી જેમાં શહેરના પી.એન માર્ગ પર આવેલા ન્યુ સ્ક્વેરમાં ઓફિસ નંબર જી/૩૯માં ઓમ ટ્રેંડિંગ નામની કંપનીની ઓફિસ છે. આ ઓફિસમાં હોમ ક્રેડિટ કંપનીમાં કામ કરતા આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, હસમુખ સિંહ હિતુભા પરમાર, તોસીફ બશીર ભાઈ શેખે લોકોને ઓમ ટ્રેડિંગ નામની કંપનીમાં રૂપિયા રોકવાની લાલચ આપી હતી.

ફરિયાદી રણવીર પ્રતાપ સિંહના રૂ.૩૩ લાખ તેમજ અન્ય ૫૩ કસ્ટમરના રૂપિયા કુલ મળી દસ કરોડ રૂપિયા આરોપીઓએ મેળવી ગુનાહિત કાવતરું રચી જુદા જુદા આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધી હતા. જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઈ ફરિયાદી સહિત ૫૪ લોકોને મુદત પૂરી થયા પછી પણ રૂપિયા પરત આપ્યા ન હતા. પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોય તમામ સામે ૧૦ કરોડની માતબર રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પી.આઈ જે.કે.ભોય દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here