જામનગરમાં વૃદ્વના રુ. ૬૦ હજારનો ચેઇનની તફડંચી

0
29
Share
Share

ગુલાબનગર વિસ્તારમાં વહેલી સવારે હેલ્મેટધારી તસ્કર કળા કરી ગયો

જામનગર તા. ૧૫

જામનગરમાં દિવાળી પર્વના દિવસે જ ગુલાબનગર વિસ્તારમાં ફુલિયા હનુમાનજી મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં દિવાલ ટપી અંદર પ્રવેશેલો કોઇ અજાણ્યો હેલ્મેટધારી ગઠીયો વૃધ્ધના ગળામાંથી રુ.૬૦ હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝુંટવીને નાશી છુટયો હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળ પર દોડી જઇ અજાણ્યા ઉઠાવગીરીના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ફુલીયા હનુમાનજી મંદિર નજીક રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા રામજીભાઇ નારણભાઇ નકુમ નામના વૃધ્ધના રહેંણાંક મકાનમાં શનિવારે વહેલી સવારે કોઇ અજાણ્યો હેલ્મેટધારી શખ્સ દિવાલ ટપીને અંદર પ્રવેશ્યો હતો.ત્યારબાદ રામજીભાઇએ તેના ગાળામાં પહેરલો રુ.સાંઇઠ હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝુંટવી પલકવારમાં જ નાશી છુટયો હતો.

આ બનાવના પગલે ભારે દેકારો થયો હતો.જોકે,ગઠીયો રફુચકકર થઇ ગયો હતો.આ અંગે સીટી બી પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે ભોગગ્રસ્ત વૃધ્ધની ફરીયાદ પરથી હેલ્મેટ પહેરેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.જયારે મકાનની આજુબાજુના અને લગત વિસ્તારોના સીસીટીવી ફુટેજની તજવિજ સાથે વહેલી સવારે ઘરમાં પ્રવેશીને સોનાના ચેઇન ઝુંટવી નાશી છુટેલા ગઠીયાના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં એરફોર્સ રોડ પર વુલનમીલ ખેતીવાડી સામે રાવલવાસ વિસ્તારમાં રહેતા જેન્તીભાઇ હીરાભાઇ ગોહિલ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગત તા.૧૩ના અગાશી પરથી પગ લપસી જતા નીચે પડી જતા માથાના ભાગે ગભીર ઇજા પહોચતા તેમને સારવાર માટે જી.જી.માં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ બનાવની મૃતકના પરીજન જીતેન્દ્રભાઇ જેન્તીભાઇ ગોહિલએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here