જામનગરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકોઃ કોઇ જાનહાનિ નહિ

0
26
Share
Share

કચ્છ/જામનગર,તા.૧૬

રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે તેની સાથે ભૂકંપનાં આંચકાઓ પણ સતત વધી રહ્યા છે. રાજ્યમાં ખાસ કરીને જામનગર અને કચ્છ જિલ્લામાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. ત્યારે હવે લોકોમાં કોરોના બાદ હવે ભૂકંપને લઇને ડર ફેલાઇ રહ્યો છે.

જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે ૧૨ઃ૦૯ વાગ્યે જામનગરની ધરતીમાં કંપન થઇ હતી. ભૂકંપની તીવ્રતા ૨.૪ હોવાનુ સામે આવ્યુ છે. ભૂકંપનું કેન્દ્રબિદુ કાલાવડ તાલુકાનાં કરણા ગામે નોંધાયુ હતુ. સતત આવી રહેલા આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં ભૂકંપનો દૌર સતત યથાવત છે. હવે કચ્છનાં બચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે ૯ઃ૫૨ વાગ્યે આ આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૧ નોંધાઇ હતી. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉથી ૧૬ કિ.મી. દૂર નોંધાયુ હતુ. અહી પણ ભૂકંપનાં સતત ઝટકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here