જામનગરમાં બે બાઈક અથડાયા બાદ પાછળ આવતા ટ્રક નીચે બે યુવાન ચગદાયા, એકનું મોત

0
29
Share
Share

જામનગર,તા.૩

જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે બે બાઈક અથડાયા બાદ પાછળ આવી રહેલા ટ્રકના તોતિંગ ટાયર બે યુવાનો પરથી ફરી વળતા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એક યુવાનને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વુલન મિલ નજીક રહેતો મૃતક નોકરી પૂર્ણ કરી પરત ઘરે ફરતો હતો ત્યારે અને અન્ય બાઈકનો ચાલક ગુલાબનગર જમવા આવતો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં મોડી રાત્રે ગુલાબનગર ઓવરબ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતા બે બાઈક વચ્ચે ટક્કર થતાં બંને બાઈકના ચાલક ફંગોળાઈ ગયા હતા અને પાછળ આવતા ટ્રકમાં બંને યુવાનો ચગદાયા હતા. જેમાં હાપા ખાતે નોકરી કરી વુલનમિલ પાસે આવેલા બાલાજી પાર્કમાં રહેતા મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ (ઉં.વ.૧૯) વાળા પરથી તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.

જ્યારે અન્ય એક જયેશ મનસુખભાઈ મકવાણા નામના યુવાનને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here