જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલનો પત્ની સાથે આપઘાત

0
19
Share
Share

જામનગર,તા.૧૮

જામનગરમાં ગઈકાલે સોમવારે રાત્રે પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલે પત્ની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આથી પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલ ભરત જાદવે પત્ની જાગૃતિબેન સાથે આપઘાત કરી લેતા તેનો ૩ માસનો પુત્ર નોંધારો બન્યો છે. આ અંગે જામનગર સિટી સી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

ભરત જાદવ જામનગરના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ભરતે પત્ની સાથે સામુહિક આપઘાત શા માટે કર્યો તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહોને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આપઘાત કરનાર ભરત કે તેની પત્ની પાસેથી હાલ કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. આથી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત જાદવ અને તેમના પત્ની જાગૃતિબેનનો નિષ્પ્રાણ દેહ એક સાથે જ તેમના નિવાસ્થાનેથી મળી આવ્યા હતા. જો કે પોલીસે મીડિયાને હેડ ક્વાર્ટર પ્રવેશતા અટકાવી દીધા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ કબ્જે કરી બંનેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડી પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેવા સંજોગોમાં આ બનાવ બન્યો એ હાલ પોલીસે સ્પષ્ટ કર્યું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here