જામનગરની બે ચોરી ઉકેલાઈ, પોલીસને સફળતા

0
24
Share
Share

જામનગર, તા.૨૦

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક લોખંડની દુકાન તેમજ એક ઓફિસમાં બે દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી.ડીવીઝન પોલીસને સફળતા સાંપડી છે અને લોખંડના સામાન તથા રોકડ સાથે એક તસ્કરને પકડી પાડયો છે. ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક રીક્ષા પણ પોલીસે કબજે કરી છે.

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક ક્રિષ્ના વેબ્રિજની બાજુમાં આવેલી ભાનુશાળી લોખંડવાલા નામની દુકાનના શટર ઉચકાવી બે દિવસ પહેલા કોઈ તસ્કર લોખંડના માલ સામાનની ચોરી કરી ગયો હતો, જ્યારે બાજુમાં જ આવેલી એક ઓફિસમાં પણ બે હજારની રોકડ રકમની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી.ડીવીઝન પોલીસને સફળતા સાંપડી છે અને જામનગરમાં રાજ સોસાયટી શેરી નં.-૫ માં રહેતા શાહનવાઝ સબીરભાઈ શાહમદાર નામના એક રીક્ષા ચાલક શખ્સને પકડી પાડયો છે. જેના કબ્જામાંથી ચોરાઉ લોખંડનો માલસામાન, રૂા.૨,૦૦૦ ની રકમ તેમજ એક રીક્ષા કબજે કરી છે. પોલીસની પુછપરછ દરમ્યાન તેણે બે દિવસ પહેલા બંને સ્થળેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જે ચોરાઉ લોખંડનો માલસામાન વેચવાની પેરવી કરવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જેની વધુ પુછપરછ ચલાવાઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here