જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ગેંગ સામે ગુજકોક હેઠળ કાર્યવાહી

0
30
Share
Share

રેન્જ આઇજી સંદિપસિંહ, જીલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા પત્રકાર પરીષદમાં વિગતો આપી

વિદેશ સ્થિત જયેશને ભીંસમાં લેવા ૧૪ શખ્સો સામે નોંધાતો ગુનો : ભાજપના કોર્પોરેટર,  બિલ્ડર અને નિવૃત પોલીસમેન સહિત ૮ ની ધરપકડ

જામનગર તા. ૧૬

રાજયમાં અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી જીસીટીઓસી જેવા કાયદા અમલમાં લાવવામાં આવેલ છે. પાસાના કાયદામાં પણ જરુરી ફેરફાર કરી વધુ ગુન્હાઓને આવરી લેવામાં આવેલ છે.  તેમજ ગુંડા એકટ લાગુ કરવા તજવીજ ચાલુમાં છે. આ દરમ્યાન જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીમાં તેના સાગ્રીતો સાથે મળી પુર્વયોજીત કાવતરુ રચી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન માલીકો, રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી અને  ભય બતાવી ગુનાહીત ધાકધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં ખંડણી અને મિલ્કતો પડાવી લેવાના બનાવો ધ્યાને આવતા  રાજય સરકારે કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપેલ છે.

જે આધારે રાજય પોલીસ વડા આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ રેન્જ સંદીપ સિંઘ ની કાયદાકીય મંજુરી બાદ જામનગર જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન ના સીધા સુપરવીઝન હેઠળ એલસીબી પો.ઇન્સ.  કે.જી.ચૌધરી દ્વારા સરકાર તરફે ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ નીચે મુજબના કુલ ૧૪ આરોપીઓ વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જે પૈકી ૮ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. અન્ય આરોપીઓ સબબ કાર્યવાહી ચાલુમાં છે. જેમાં અતુલ વિઠલભાઇ ભંડેરી, વશરામભાઇ ગોવિંદભાઇ, નિલેષભાઇ મનસુખભાઇ ટોળીયા , મુકેશભાઇ વલ્લભાઇ અભંગી, પ્રવિણભાઇ પરસોતમભાઇ ચોવટીયા, જિંગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા, મનજીભાઇ ગોપાલભાઇ પરમાર , પ્રફુલભાઇ જયંતીભાઇ ની ધરપકડ કરી છે.

જામનગર જિલ્લામાં ૧૦૦ કરોડની જમીનના કૌભાંડ, વકીલની હત્યા અને મહિલા પર ફાયરિંગ સહિત ૪૩ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત જયેશ પટેલને ભીસમાં લેવા માટે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજકોકનો ગુનો નોંધાતા જામનગર પંથકના ખંડણીખોર અને ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here