જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ગેંગના ૮ શખ્સો રીમાન્ડ પર

0
16
Share
Share

વિદેશ સ્થિત જયેશને ભીંસમાં લેવા પોલીસે ગુજસીટોક હેઠળ કાયદાનો ગાળીયો કસીયો : ભાજપના કોર્પોરેટર,  બિલ્ડરો, બે વકીલો અને નિવૃત પોલીસમેન સહિત શખ્સોની આકરી પુછપરછ

જામનગર તા. ૧૭

જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ગેંગ દ્વારા આચરવામાં આવેલા ઓર્ગેનાઇજ ક્રાઇમથી ૧૪ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ૮ શખ્સોની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા માટે રાજકોટની સ્પે. અદાલતમાં રજુ કરવામાં આવતા ન્યાયધીશે તમામ આરોપીઓને રીમાન્ડ સોપવાનો હુકમ કર્યો છે.

જામનગરના ભુમાફીયા જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની ગેંગ દ્વારા  પુર્વયોજીત કાવતરુ રચી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન માલીકો, રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી અને  ભય બતાવી ગુનાહીત ધાકધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં ખંડણી અને મિલ્કતો પડાવી લેવામાં  ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ નીચે મુજબના કુલ ૧૪ આરોપીઓ વિરુઘ્ધ ગુનો ગુજસીટોક દાખલ કરવામાં આવેલ છે.

જેમાં અતુલ વિઠલભાઇ ભંડેરી, વશરામભાઇ ગોવિંદભાઇ, નિલેષભાઇ મનસુખભાઇ ટોળીયા , મુકેશભાઇ વલ્લભાઇ અભંગી, પ્રવિણભાઇ પરસોતમભાઇ ચોવટીયા, જિંગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા, મનજીભાઇ ગોપાલભાઇ પરમાર , પ્રફુલભાઇ જયંતીભાઇ ની ધરપકડ કરી વધુ તપાસ માટે ઉપરોકત આઠેય શખ્સોને સૌરાષ્ટ્રની ગુજસીટોકની સ્પેશ્યલ રાજકોટ ખાતે આવેલી અદાલતમાં રજુ કરવામાં આવતા જેમાં બંને પક્ષોની ધારદાર દલીલો તેમજ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ વાંધાઓ અને સરકારે પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની રજુઆત ધ્યાને લઇ સ્પેશ્યલ અદાલતના ઇન્ચાજર્ જજ ઠકકરે નીલેશ ટોલીયા, અતુલ ભંડેરી, વશરામ આહીર, પ્રવીણ ચોવટીયા અને અનીલ પરમારને ૧૨ દીવસના જયારે પ્રફુલ પોપટ, મુકેશ અભંગી અને જીગર ઉર્ફે જીમી આડતીયા ને ૯ દીવસના રીમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

જયારે જયેશ ઉર્ફે જયલો મુળજી રાણપરીયા, યશપાલસીંહ મહેન્દ્રસીંહ જાડેજા, જશપાલસીંહ મહેન્દ્રસીંહ જાડેજા, રમેશ વલ્લભ અભંગી, સુનીલ ગોકલદાસ જાંગાણી અને વસંત લીલાધર માનસતા સહિત ૬ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here