જામનગરના ચીફ ફાયર ઓફીસર રાજ્યકક્ષાના ડાયરેક્ટર ઓફ ફાયર બન્યા

0
33
Share
Share

જામનગર, તા.૨

મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત સમયે કહ્યું હતું કે રાજ્યકક્ષાએ ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે, જેના પ્રથમ ડીરેક્ટર તરીકે જામનગર મનપાના ચીફ ફાયર કે.કે.બિશ્નોઈને સરકાર દ્વારા સીધા જ નિયુક્ત કરવામાં આવતા જામનગર મનપાના ગૌરવમાં વધારો થયો છે.

કે.કે.બિશ્નોઈએ સ્ટેટ ડાયરેક્ટર ઓફ ફાયર એન્ડ પ્રિવેન્સન સર્વિસીઝ ગાંધીનગર ખાતે પોતાના હોદાનો ચાજર્ પણ સાંભળી લીધો છે. હા સાથે જ તેવો જામનગરના ચીફ ફાયર ઓફીસર તરીકે પણ કાર્યરત રહેશે.

મહત્વનું છે કે રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોટર્લ વિકસાવવા જઈ રહ્યું છે, અને હવે બિશ્નોઈના વડપણ હેઠળ રાજ્યમાં ફાયર સેફટીના નિયમો અને અમલવારી અંગેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here