જામનગરનાં બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, કારણ અંગે તર્ક-વિતર્ક !

0
16
Share
Share

જામનગર તા. ૧૦

જામનગરના બિલ્ડર લોબીમાં મોટુ નામ ધરાવતા બિલ્ડર મેરામણભાઇ હરદાસભાઇ પરમારે ગુરૂવારે રાત્રે બારેક વાગ્યાના સુમારે પોતાના સમર્પણ સર્કલ નજીક આવેલા ફાર્મહાઉસ ખાતે કોઇ પણ અગમ્ય કારણસર માંકડ મારવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન આ બનાવના પગલે તેઓના પરિવારજનોએ મેરામણભાઇને તાત્કાલિક શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ તબીબોની ટીમ દ્વારા તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સવાર સુધીના ગાળા દરમ્યાન મેરામણભાઇને અનેક વખત ઉલટીઓ કરાવી ઝેરી દવાનું પ્રમાણ શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. પ્રથમ આઇસીયુમાં દાખલ કરાયેલા બિલ્ડરને સવારે અન્ય સ્પેશીયલ વોર્ડમાં શીફટ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો પણ જાણવા મળી છે. રાત્રે જ આ બનાવ અંગે શહેરભરમાં જાણ થઇ જતા બિલ્ડર લોબી અને ઉજળીયાત વર્ગમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડયું હતું. શુક્રવારે સવારે બિલ્ડર, રાજકારણીઓ અને બિલ્ડરના સગા-સંબંધીઓનો પ્રવાહ હોસ્પિટલ તરફ વળ્યો હતો. જયારે સાંજે તો તબીબોએ બિલ્ડરની તબિયત સારી હોવાનો અભિપ્રાય આપી ડિર્સ્ચાજ કર્યા હતા.

હોસ્પિટલ ચોકી અને તબીબો દ્વારા આ બનાવ અંગે કહી પણ કહેવાથી મોઢુ ફેરવી લીધુ હોય તેમ કારણ સ્પષ્ટ કર્યુ નથી ત્યારે બિલ્ડરના આ પગલા પાછળ કયા કારણો જવાબદાર છે. તેનો તાગ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતર કરશે ત્યારે જ સામે આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here