જામનગરઃ રેલવેના ગેંગમેન પર ત્રણ લુખ્ખાઓનો હુમલો, ફરજમાં રૂકાવટ

0
13
Share
Share

જામનગર, તા.૨૯

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મુરલીધર સોસાયટીમાં વસવાટ કરતા અને મૂળ બિહાર રાજયના રાઘવેન્દ્રકુમાર પ્રમોદકુમાર મંડલ રેલવેમાં ફાટકમેનની નોકરી કરે છે તેઓ  ગઈ કાલે રાત્રે નાઘેડી રોડ પર જીએસએફસી ગેસ્ટ હાઉસ નજીકના રેલવેના ફાટક નં.૨૦૨ પર ફરજ પર હતાં ત્યારે  નવેક વાગ્યે જામનગરથી લાખાબાવળ જવા માટે લાઈટ એન્જિન આવતું હોવાના મેસેજ પાઠવતા રાઘવેન્દ્રએ ફરજના ભાગરૂપે ફાટક બંધ કરી દીધું હતો.

આ વેળાએ ત્યાં મોટર સાયકલમાં આવેલા લાલીયા ઢીંગલી શખ્સ તથા તેની  સાથે રહેલા બે અજાણ્યાએ ફાટક ખોલ તેમ કહેતા આ કર્મચારીએ ટ્રેન આવી રહી છે. તે પસાર થઈ જાય પછી ફાટક ખોલું તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ રાઘવેન્દ્રને પકડી ઢીકાપાટુ વડે લમધાર્યો હતો અને માથામાં ખુરશી ફટકારી હતી તેથી રાઘવેન્દ્ર ફાટક  મૂકી નાઠો હતો. તેની પાછળ દોડેલા ત્રણેય શખ્સે નજીકમાં આવેલા મંદિર પાસે સંતાયેલા રાઘવેન્દ્રને શોધી કાઢી ડોલ મારી હતી. અને હવે ફાટક નહીં ખોલતો ચાકુ મારી દઈશ તેમ કહી આ શખ્સો નાસી ગયા હતાં. રાઘવેન્દ્રને માથામાં  ટાંકા લેવા પડયા હતાં. તેઓએ મોડીરાત્રે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here