જામનગરઃ બોક્સાઈડનાં વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો, ફરાર શખ્સોની શોધખોળ

0
14
Share
Share

જામનગર, તા.૨૪

જામનગરના ખોડીયારપરા કોલોની વિસ્તારમાં આવેલી જય કો.ઓ. સોસાયટીમાં રહેતા અને બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ પાબારી નામના જાણીતા વેપારી ગઈકાલે બપોરે પોતાની જીજે-૧૦-સીજી-૯૯૦૯ નંબરની ઈનોવા મોટરમાં ઘર તરફ જતાં હતા ત્યારે અચાનક જ સ્કૂટરમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ પોતાની પાસે રહેલા ધોકા વડે મોટર પર હુમલો કરી કાચનો ભુકો બોલાવી દીધો હતો. હુમલાથી બચવા માટે અરવિંદભાઈએ મોટર ભગાડી પોતાના મકાનના પાકર્ીંગમાં ઘુસાડી દીધી હતી.

હુમલો કરી ત્રણેય શખ્સો નાસી છુટ્યા હતાં. અરવિંદભાઈએ પોલીસે જાણ કરતા સીટી સી ના પીઆઈ એમ.જે.જલુ, ડીવાયએસપી એ.પી.જાડેજા, એસપી શરદ સિંધલ તથા એલસીબીનો કાફલો ધસી ગયો હતો.

આ બનાવ અંગે અરવિંદભાઈએ મોડેથી ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યા મુજબ ત્રણ અજ્ઞાત શખ્સોએ અમારા હિસાબના પૈસા આપી દે, નહીંતર તને તથા તાર પુત્રને પતાવી દઈશું તેમ કહી મોટર પર ધોકા ફટકાર્યા હતા. ફરિયાદ પરથી એલસીબીએ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ વેપારીના પુત્ર જય પાબારી પર પૈસાના મામલે હુમલો કરી લૂંટ ચલાવાયાની ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં ત્રણષ શખ્સોની ધરપકડ થઈ હતી. તે પછી ગઈકાલે ફરીથી હુમલો થતા ચકચાર જાગી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here