જામનગરઃ પૈસાની લેતીદેતીમાં કૌટુંબીક જમાઈ પર હુમલો, સામસામી ફરિયાદ

0
165
Share
Share

જામનગર, તા.૨૩

જામનગરની એમ.પી.શાહ ઉદ્યોગનગર કોલોનીમાં  પૈસાની લેતીદેતી બાબતે કૌટુંબીક જમાઈ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા અંગેની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં સરૂસેકશન રોડ એમ.પી. શાહ ઉદ્યોગનગર પાસે રહેતા ભાવીન ચંદુ ભેસડીયા ઉ.વ.૩૩એ જામનગર સીટીબી ડીવીઝનમાં કૌટુંબીક જમાઈ દીપક ત્રીભુવનદાસ ભેસદડીયા રહે.મોટી બાણુગર સામે પૈસાની લેતી મુદે મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એન. ચોટલીયાએ મારમારી, ધમકી આપ્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સામાપક્ષે જામનગરનાં મોટી બાણુગર ગામના દીપક ત્રીભોવનદાસ ભેસદડીયાએ જામનગર સીટીબી. ડીવીઝનમાં કૌટુબીક ચંદુ લીબાભાઈ ભેસદડીયા ભાવીન ચંદુભાઈ ભેસડીયા તથા ભાવીન નરેન્દ્રભાઈ ભેસદડીયા સામે ઢીકાપાટુનો મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એન.ચોટલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં  દીપક ભેસદડીયાની પત્ની આશાબેનને મગજની બિમારી હોય અને જે બાબતે પત્નીના મામા ભાવીન ભેસદડીયા પાસે ઉછીનાં પૈસા લેવા જતા બોલાચાલી થયા બાદ મારમારીનો થયાનું ખુલ્યું હતું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here