જામનગરઃ પતિ સાથે મનદુઃખ બાદ પ્રેમલગ્ન કરનાર યુવતિનો આપઘાત

0
7
Share
Share

જામનગર, તા.૩૦

જામનગરના લાલવાડી આવાસમાં રહેતા એક યુવક સાથે  પ્રેમ લગ્ન કરનાર યુવતી પતિ સાથે મનદુઃખ થતા મામાના ઘેર રીસામણે આવી ગઈ હતી. જયાં તેમણે ગણાફાંસો ખાઈ લેતા અરેરાટી પ્રસરી છે. જામનગરના હાપારોડ પર આવેલી લાલવાડી નજીકના આવાસનાં બ્લોક નં. ૩૭/૮માં વસાવટ કરતા દર્શનભાઈ જયસુખભાઈ કેલૈયા નામના વિપ્ર યુવાને ત્રણેય પહેલાં નમ્રતાબેન મરાઠી (ઉ.વ.૨૨) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર પછી આવાસમાં રહેતા આ દંપતિ વચ્ચે થોડા દિવસ પહેલાં કોઈ બાબતે મનદુઃખ થતા નમ્રતાબેન નગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરવાળી ગલીમાં રહેતા નાનીના ઘરે ચાલ્યા આવ્યા હતા. પ્રેમ લગ્ન પછી પતિ સાથે મનમુટાવ થતા મનોમન વ્યથીત રહેતા આ યુવતીઅ શનિવારે રાત્રે દસેક વાગ્યા પછી ગળાંફાસો ખાઈ લીધો હતો. જેની જાણ તેણીના મામા સુનિલભાઈ દેવાભાઈ ભગતને થતા તેઓએ ભાણેજને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં.

આ બનાવની પોલીસને જાણ કરાતા પીએસઆઈ કે.કે પરમાર ધસી ગયા હતાં. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી મામા સુનિલભાઈનું નિવેદન નોંધ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here