જામનગરઃ નજીવી બાબતે પાડોશી બાખડયા, સામસામી ફરિયાદ

0
17
Share
Share

જામનગર, તા.૮

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરામાં ગઈ કાલે પાડોશીઓ વચ્ચે મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે એક પક્ષે ઘરના બારણામાં તથા બાઈકમાં નુકશાન સજર્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરાની શેરી નં.૨માં રહેતાં સંજય રમેશભાઈ કોળી ગઈ કાલે બપોરે પોતાના મિત્રો તથા પિતરાઈ દેવાયત કોળી સાથે ઘર પાસે ઉભો હતો ત્યારે બાજુમાં જ રહેતા વિજય કેશુભાઈ વરાણીયા અને દેવરાજ કેશુભાઈએ ત્યાં આવી ઝઘડો કર્યા પછી ઢીંકાપાટુ તથા છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઘર પાસે ઉભેલાં સંજયના હાથમાં મોબાઈલ હોય સામાવાળાઓને એમ લાગ્યું હતું કે સંજય તેના મોબાઈલમાં વિડીયો શુટીંગ કરે છે તેથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ફરિયાદની સામે વીજુબેન રાજેશભાઈ વરણીયાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે તેઓએ અગાઉ હનિસીંગ દેવા ઉર્ફે લાલાસામે પોલીસમાં અરજી કરી હતી તેનો ખાર રાખી ગઈ કાલે પ્રકાશ સાથે મળી ત્રણેય શખ્સો આવ્યા હતાં તેઓએ છરી બતાવી ધમકી આપવા ઉપરાંત ગાળો ભાંડી હતી તેની ફરિયાદ કરવા માટે વીજુબેન પોલીસ સ્ટેશન ગયા ત્યારે પાછળથી ગફાર, ઈરફાન ઈકબાલ સીપાઈ, મયલો અને એક અજાણ્યા શખ્સે વીજુબેનના ઘરે જઈ બારણામાં તથા બહાર પડેલા બાઈકમાં ધોકા ફટકારી નુકશાન કર્યું હતું. પોલીસે આ ફરિયાદ પણ નોંધી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here