જામનગરઃ દેશીકાર્તુસ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો

0
13
Share
Share

જામનગર, તા.૩૦

જામનગરમાં શનિવારે એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં  આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન પોકો અજયસિહ, ભગીરથસિંહ, પ્રતાપ ખાચરને બાતમીના મળી હતી કે ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતી સોસાયટી-૨ સ્થિર એક શખ્સના મકાનમાં પિસ્તોલ પડી છે. તે બાતમીથી પીઆઈ એમ.જે.જલુને વાકેફ કરાયા. પછી એલસીબીએ તિરૂપતિ સોસાયટીમાં વસવાટ કરતા મૂળ મહારાષ્ટ્રના નાગપુર અને ત્યાંથી મધ્યપ્રદેશના છીંદવાડામાં રહેવા ચાલ્યા ગયેલા રીઝવાનખાન ઈસરાખાન પઠાણ નામના શખ્સના મકાનમાં દરોડો પાડયો હતો.

તે મકાનની તલાસી લેવાતા ત્યાંથી રૂ.અડધા લાખની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવંતકારતર મળી આવ્યા હતાં. પિસ્તોલ, કારતૂસ અને એક મોબાઈલ સાથે રીઝવાનખાનની અટકાયત કરવામાં આવી છે. તેમે આ હથિયાર છીંદવાડાના પીપરીયા ગામના અબ્દુલ નામના શખ્સ આપી હોવાનુ કબુલ્યું છે.એએસઆઈ એસ.જી.વાળાએ ખુદ ફરિયાદી બની બન્ને સામે સિટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ એમ.જે.જલુ. પીએસઆઈ કે.કે.ગોહિલ પીએસઆઈ આર.બી.ગોજીયા, સ્ટાફના, જયુભા ઝાલા, ભરતભાઈ પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા, ફિરોઝભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, વનરાજ મકવાણા, મીતેશ પટેલ,અજયસિંહ ઝાલા, હરપાલસિંહ સોઢા, અશોક સોલંકી, નિર્મળસિંહ એસ.જાડેજા, નાનજીભાઈ પટેલ, સંજયસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, અશ્વીન ગંધા, નિર્મળસિંહ બી.જાડેજા પ્રતાપ ખાચર, સુરેશ માલકીયા, હરદીપ ધાધલ, લક્ષ્મણ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતાં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here