જામનગરઃ ગ્રેઈમ માર્કેટ પખવાડીયા માટે અર્ધો દિવસ બંધ રાખવાનો નિર્ણય

0
6
Share
Share

જામનગર, તા.૧૬

જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પરિસિ્‌થતિતને લઈને ધી સીડ્‌ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ્‌સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદ્દેદારો તેમજ વેપારીભાઈઓ સાથે પરામર્શ કરી વેપારીભાઈઓના અભિપ્રાય મેળવી તા. ૧૬-૯-ર૦ર૦ થી તા. ૩૦-૯-ર૦ર૦ સુધી ગ્રેઈન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

જે પ્રમાણે વેપારનો સમય સવારે ૮ થી ર સુધીનો રહેશે અને વેપારીઓને માલ ગમે તે સમયે ઉતારી શકશે, પરંતુ બપોરે ર વાગ્યા પછી વેંચાણ કે ડિલિવરી કરવાની રહેશે નહીં. તા. ૧-૧૦-ર૦ર૦ થી રાબેતામુજબ વેપારધંધા કરી શકાશે. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક વેપારીઓને પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા દ્વારા આ નિર્ણયની જાણ કરે તેમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

સ્ટેશનરી/બુક્સના વેપારીઓનું સર્મન

જામનગર શહેરના વિવિધ એસોસિએશન દ્વારા નક્કી થયા મુજબ તા.૧૬/૯ થી તા.૩૦/૯ સુધી જામનગરના તમામ સ્ટેશનરી અને બુક્સના વેપારીઓને તેમની દુકાન સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જામનગર બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળે અનુરોધ કરી કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા વેપારીઓના નિર્ણયને સર્મન આપ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here