જામનગરઃકૃષિ સુધારા બીલ અંગે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે બેઠક યોજતા સાંસદ માડમ

0
17
Share
Share

જામનગર,તા.૧૦

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના  કુશળ નેતૃત્વ હેઠળ પસાર કરવામા આવેલ ‘‘કૃષિ બિલ સુધારા‘‘ અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ખેડૂતો સાથે ખાસ બેઠકો યોજાઇ હતી અને ખેડૂતોને આ કાયદાના સુધારાઓથી થનાર અગણિત ફાયદાઓ અંગે સવિસ્તર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં, ખેડુતોને ખરા અર્થમાં આઝાદી સાથે આત્મનિર્ભરતા અને   મજબૂતી પ્રદાન કરનારા , કૃષિ સુધારા બિલના ક્રાંતિકારી પગલાની સમજણ આપવાના ભાગરુપે,ગઇકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ગાગવાધાર અને મોટી ખાવડીમાં, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જાડા ના પુર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનુભાઇ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઇ સભાયા, તાલુકા ભાજપ મહામંત્રી  મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કિશાન મોરચા મહામંત્રી  પ્રદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પુર્વ મહામંત્રી કુમારપાળસિંહ રાણા સાથે  ખેડૂતો સાથે પરામર્શ યોજી, નવા કાયદાની વિસ્તૃત સમજણ આપી હતી આ ઐતિહાસીક જોગવાઇઓ દ્વારા બમણી આવક કરી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા સૌ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here