જામજોધપુર : કોઝવેમાં ચાર તણાતા ભાઇ-બહેનનાં મૃતદેહ મળ્યા, બેની શોધખોળ

0
7
Share
Share

જામનગર તા.૨૯

જામનગર જિલ્લાનાં જામજોધપુર નજીક કોઝવેમાં ત્રણ બાળકો સહિત બાઇકમાં નીકળેલા ભાઇ-બહેન ડુબ્યા હતા. જે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો હતો અને તરવૈયાઓની મદદથી શોધખોળ આદરતાં ભાઇ-બહેનનાં મૃતદેહો મળી આવ્યા હતા. જયારે બે બાળકોની શોધખોળ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરનાં ઉદેપુરા ગામનાં આવળાભાઇ ભોજાભાઇ સિંધવ (ઉ.વ.૨૭) તથા તેમના પરિણીત બહેન મંજુબેન રામભાઇ સોલંકી (ઉ.વ.૩૦), રહે રાણાવાવ બાઇકમાં ત્રણ બાળકોને બેસાડીને પાંચેય જતા હતા ત્યારે કોઝવેમાં પાણીનું લેવલ વધી જતાં એક બાળકને કાંઠે મૂકીને બાઇક ચાલક બહેન તથા બે બાળકો સાથે કોઝવેમાંથી નીકળતાં તણાયા હતા અને ચારેય પાણીમાં ગુમ થઇ ગયા હતા. બનાવની જાણ મામલતદાર કાછડને થતાં તેઓ ત્વરીત બનાવનાં સ્થળે દોડી ગયા હતા અને ચારેયની શોધખોળ કરતાં આવળભાઇ તથા તેની બહેન મંજુબેનનાં મૃતદેહ મળી આવ્યા હતા. જયારે આનંદી રામભાઇ સોલંકી (ઉ.વ.૧૦) તથા જીનલ રામભાઇ સોલંકી (અઢી વર્ષ)ની શોધાખોળ હાથ ધરી છે. બનાવને પગલે જામજોધપુર પંથકમાં ઘેરો શોકનો માહોલ સર્જાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here