જામકંડોરણા : રાયડી ગામે થ્રેસરમાં આવી જતા યુવતિનું મોત

0
15
Share
Share

ધોરાજી તા. ૧૭

જામકંડોરણા રાયડી ગામે થ્રેસરમાં આવી જતા યુવતીનું મોત નિપજેલ છે.

આ અંગે મળતી વિગતો મુજબ કોરોનાની મહામારીમાં મજુરોની બહુજ તંગી છે. ખેતીમાં હાલ વરસાદની બીકથી ખેડુતો હેરાન છે. ત્યારે મગફળીની સીઝનમાં જામ કંડોરણાના રાયડી ગામે ખેડુત એવા ચંદુભાઇ વલ્લભભાઇ પાનસુરીયાની વાડીએ મગફળીનું થ્રેસર ચાલુ હતુ.

ત્યારે મજુરી કામ કરતા ભુમીકાબેન પુનાભાઇ પલાસ ઉ.વ. ૧૮ ની સાડી થ્રેસરમાં ફસાતા અને ગળામા વિટાઇજતા ગંભીર ઇજાઓ થતા રાયડીથી જામકંડોરણા ખાતે તેણીને સારવારમાં લઇ ગએલ.સ જયાં તેઓને ફરજ પરના ડોકટરએ મૃત જાહેર કરેલ.

મરણ જનાર ૧ ની એક પુત્રી હતી અને તેઓને બે ભાઇઓ હતા તેના પિતા સહીત પરીવારજનો મહીસાગર જીલ્લાના આંબા ગામના વતની છે. અને ખેત મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. આ બનાવ અંગે બીટ જમાદાર તોફીકભાઇ મલેક તપાસ ચલાવી રહેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here