જામકંડોરણા : મહિલાઓ સાથે ઠગાઇ આચરનાર શખ્સ બે દિવસના રિમાન્ડ પર

0
18
Share
Share

ધોરાજી તા. ર૧

જામકંડોરણા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલાબેન લલીતભાઈ દવે (ઉ.૪૮)એ જામકંડોરણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના બાપુનગરમાં ઈલા સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયાનું નામ આપ્યુ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની ઓળક આપી લોકડાઉન પહેલા સિલાઈ મશીન વિતરણની સ્કીમ હોવાનું જણાવી ગરીબ મહિલા લાભાર્થીઓની વિગત મંગાવી ત્યારબાદ સિલાઈ મશીન મંજુર થઈ ગયાનું જણાવી મહિલા લાભાર્થી દીઠ રૂા.૬૫૦ ભરવાનું જણાવતા ફરિયાદીએ લાભાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવી કુલ રૂા.૮૭૨૦૦ આરોપીના બેંક ખાતામાં જમા કરાવેલા ત્યાર બાદ અવાર નવાર સિલાઈ મશીન મળી જશે તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા અને આરોપીએ ફોન બંદ કરી દેતા છેતરપીંડી થયાની જાણ થઈ હતી તથા આરોપીએ આ સ્કીમ હેઠળ જામકંડોરણાના દડવી અને જસાપરની મહિલાઓ સાથે પણ ઠગાઈ આચર્યાનું જાણવા મળ્યુ છે.

આ અંગે જામકંડોરણા પોલીસે પ્રફુલાબેનની ફરિયાદ પરથી આરોપી યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા વિરૂધ્‌ધ રૂા.૮૭૨૦૦ની ઠગાઈ આચર્યાનો ગુનો નોંધી પીએસઆઈ જે.યુ. ગોહીલે આરોપીની ધરપકડ કરી કેટલી મહિલાઓ સાથે ઠગાઈ આચરી હતી એ અંગે પોલીસે આરોપીને કોટર્માં રીમાન્ડ માટે રજુ કરતાં આરોપી યુવરાજસિંહ જુંજયાનાં બે દિવસમાં રીમાન્ડ મંજૂર થયા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here