જામકંડોરણા : પોલીસનાં સમર્થનમાં ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠનની રજુઆત

0
18
Share
Share

જામકંડોરણા, તા.૧૬

ગત તા.૨/૯/૨૦૨૦ ના રોજ જામકંડોરણાના માનવભાઈ કેતનભાઈ લુણાગરીયાને મૂળ પીપરડીના હાલ જામકંડોરણા રહેતા અનિરુદ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા માર મારવામાં આવેલ એવી અરજી અરજદાર માનવભાઈ કેતનભાઈ લુણાગરીયા દ્વારા અરજી આપવામાં આવેલ હતી. આ અરજીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી જે કાર્યવાહી થઈ એ સારું નહીં લાગતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોલીસ પર માર મારવાના ખોટા આક્ષેપો કરીને દવાખાને દાખલ થયેલ હોય પરંતુ આ ઈસમનો ગુન્હાતિ ઈતિહાસ જોવામાં આવે તો તેના વિરુદ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના કેસો, ઈંગ્લીશ દારૂના કેસો, જુગાર, મારામારીના એમ ૧૩ થી ૧૪ ગુન્હાઓ પોલીસ ચોપડે ચડેલ છે. તેમ છતા આવી લુખ્ખાગીરી કરવી, ધાકધમકી મારામારી કરવી એ તેમના માટે સામાન્ય બાબત થઈ ગયેલ છે. આવા ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા લોકો કાયદો વ્યવસ્થા ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હાલમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પ્રમાણિક સ્ટાફ તથા પ્રમાણિક અને કડક અધિકારી પી.એસ.આઈ. જે.યુ.ગોહિલ હોવાને લીધે જામકંડોરણામાં ક્રાઈમ રેટ ઓછો થયેલ છે. આવા પ્રમાણિક ઓફિસર તથા તથા પોલીસ સ્ટાફ પર જે આક્ષેપો થયા છે જે ખોટા છે એટલે એ આક્ષેપોના વિરુદ્ધમાં અમે પોલીસ પ્રશાસનને સમર્થન આપીને એવી રજુઆત કરીએ છીએ કે આવા તત્વોને ડામવા માટે જે પ્રયાસો પોલીસ કરે છે સમાજ માટે ખુબ સારું કાર્ય છે આવા પ્રમાણિક ઓફિસર તથા પોલીસ સ્ટાફની વિરુદ્ધમાં જે આક્ષેપો થયા છે તે તદ્દન ખોટા છે એટલે યોગ્ય તપાસ કરી આમ જનતાનું હિત ઘ્યાનમાં રાખવા અમારી નમ્ર વિનંતી. આ રજુઆતની સાથે અનિરુદ્ધસિંહ દોલુભા જાડેજાની વિરુદ્ધમાં નોંધાયેલ અનેક ગુન્હાની વિગત પણ જોડેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here