જામકંડોરણા નજીક ટ્રકની ઠોકરે બાઇક સવારનું મોત, ચાલકને ઇજા

0
19
Share
Share

ધોરાજી તા. ર૮

જામકંડોરણા નજીક ટ્રકે બાઇકને ઉડાવતા સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજયાની ઘટના ઘટી છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર ધોરાજીના ભાદાજાળીયા ગામે રહેતા ભુપતભાઇ મોહનભાઇ પાઘડાર અને તેમના પત્ની અલ્કાબેન બાઇક પર આવતા હતા એ દરમ્યાન દુધીવદરના પાટીયા પાસે સામેથી આવતા ટ્રકે હડફેટે લેતા અલ્કાબેન ભુપતભાઇ પાઘડાર (ઉ.વ.૪પ)ને માથે ટ્રકનું વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ કરૂણ મોત થયેલ હતું જ્યારે તેના સાઢુભાઇનો પુત્ર ધ્યેયને ઇજાઓ થયેલ હતી. આ બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઇ જે.યુ.ગોહીલ તપાસ ચલાવી રહેલ છે.

યુવાનનો આપઘાત

ધોરાજી તાલુકાના ઝાજમેર ગામે રહેતા વિજયભાઇ મનુભાઇ રાઠોડ(ઉ.વ.ર૩) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેનું કરૂણ મોત થયેલ હતું. મરણ જનારના પીતા મોરબી ગામે કામ કરે છે. મરણ જનાર બે ભાઇઓ હતા અને પોતે મોટો ભાઇ હતો. ઝાંઝમેર ગામમાં નાની ઉંમરે મોત થતા નાના એવા ગામમાં ઘેરા શોકની લાગણીઓ વ્યાપી છે. આ બનાવની તપાસ બીટ જમાદાર પ્રદીપભાઇ બારોટ ચલાવી રહેલ છે.

ગોંડલ : રાવણા ગામે વાડામાંથી વિદેશી દારૂની ર૧ બોટલ ઝડપાઇ

રાવણા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને જડપી લીધો છે.  ગોંડલ તાલુકાના રાવણા ગામે તાલુકા પોલીસે બાતમીના આધારે સાગરા મધુભાઈ સોલંકી ઉમર વર્ષ ૨૦ને ત્યાં દરોડો પાડી ખુલ્લા વાડામાં તલાશી લેતા દેશી ખાતર ના ઉકરડામાં સિમેન્ટની પ્લાસ્ટિકની થેલી ના બાસકા માં છુપાવેલી વિદેશી દારૂની ૨૧ બોટલો કિંમત રૂપિયા ૬૩૦૦ ની મળી આવતા ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી કોરોના રિપોટર્ કરાવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી અને પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫-અ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી ઉપરોક્ત માલ ક્યારે અને કોની પાસેથી મળ્યો હતો દારૂના વેપલામાં તે કેટલા સમયથી જોડાયેલો હતો તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઇ છે.

જડેશ્વર નજીક છકડા હડફેટે બાઇક ચાલકનું મોત, એકને ઇજા

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા રોંગ સાઇડમાં આવી રહેલ બાઇકના ચાલકનું મોત નિપજ્યુ હતુ અને અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માતના બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત પંકજભાઈ દીપાભાઇ પરમાર જાતે ભીલ (ઉમર ૨૨) ધંધો ખેતમજૂરી હાલ રહે.સજજનપર ગામની સીમમાંએ મૃતક બાઇક ચાલક સુકાભાઈ ધારસિંગભાઈ સંગાડા જાતે ભીલ (ઉમર ૨૩) રહે.ઘુનળા તા.ટંકારા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે પોતે છકડો રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે સામેથી અન્ય વાહનને ઓવરટેઇક કરીને ઉપરોક્ત મૃતક સુકાભાઇ ભીલે ડબલ સવારીમાં બાઇક ચલાવીને પુરઝડપે બાઇક નંબર જીજે ૨૦ એએલ ૬૫૬ ચલાવીને અકસ્માત સજર્યો હતો અને અકસ્માતમાં છકડો રીક્ષા પલટી ગઈ હતી અને બાઈકના ફુરચા નિકળી ગયા હતા.ઉપરોક્ત બનાવમાં ફરિયાદી પંકજભાઈ પરમારને ઈજાઓ પહોંચી હતી તેમજ રીક્ષા ચાલક સહિતનાઓને ઈજા પહોંચી હતી અને બાઈક ચલાવી રહેલ સુખાભાઈ ભીલનું મોત નિપજયુ હતુ.હાલ પંકજભાઈએ અકસ્માત સજર્નાર મૃતક સુખાભાઈ ભીલની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.એચ.રાવલ તપાસ ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here